વન ઔષધિઓ
ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદિક વિજ્ઞાન આગવું મહત્વ ધરાવે છે. આજના આધુનિક યુગમાં લોકો આયુર્વેદિક ઔષધિ અંગે સજાગ થયેલ છે. આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગથી આડ અસરો થતી નથી એવી લોકોની માન્યતા છે અને ઘણાં લોકોએ અનુભવ્યું પણ છે. જેના લીધે આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગનું પ્રમાણ વધતુ જાય છે. ગુજરાતમાં થતી મુખ્ય વન ઔષધિઓની માહિતી નીચે પ્રમાણે છે. video Click Here
અધેડો
વૈજ્ઞાનિક નામ :- એકરાન્થિસ એસ્પરા (Achyranthes aspera)
ઉપયોગ :
અધેડાના મૂળ પ્રસવ પીડા ઓછી કરે, પેઢા મજબૂત બનાવે.
તેના બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયાં સુધી ભૂખ લાગતી નથી.
આ ખીરનો ઉપયોગ મગજના રોગોનો ઉપચાર કરવા વપરાય છે.
કફ, મેદસ્વિતામાં અને ઝેરી જંતુના (વીંછી) ડંખનો ઉપચાર કરવા વપરાય છે.
અર્જુન (સાદડ)
વૈજ્ઞાનિક નામ : ટર્મિનલિઆ અર્જુના (Terminalia arjuna)
ઉપયોગ :
છાલ(અર્જુનારિષ્ટ અને અર્જુનાદિધૃત)નો ઉપયોગ હૃદય રોગમાં કરવામાં આવે છે.
તેની છાલમાંથી ઓકઝેલિક એસિડ તૈયાર કરવામાં આવે છે.
ભેજવાળા પાનખર વિસ્તારમાં થાય છે.
સફેદ તથા લીલાશ પડતું થડ અને સફેદ ફૂલ ધરાવતું ઝાડ
અરડૂસી
વૈજ્ઞાનિક નામ : એધતોડા વાસિકા (Adhatoda Vasica)
ઉપયોગ :
ક્ષય(રકતપિત)નો ઉપચાર કરવા માટે.
તે કડવી હોય છે પરંતુ પેટમાં દવારૂપે લીધા બાદ અમૃતનું કાર્ય કરે છે.
તે અતિ કડવી હોય છે. તેના પાંદડાં શ્વાસ કોસની દવા બનાવવા માટે વપરાય છે.
તેના પાન જામફળ જેવા અણીદાર લાંબા હોય છે.
તેના ફૂલ સિંહના મોઢા જેવા હોવાથી તેના સિંહાસય પણ કહે છે.
અરીઠા
વૈજ્ઞાનિક નામ : શેપિન્ડસ લોરીફોલિએસ (Spindus laurifolius)
ઉપયોગ :
સર્પ વિષે, સોમલ, વચ્છનાગ, અફીણ, મોરથૂથું વગેરેના વિષનાશક તરીકે, વાળ ધોવા માટે.
તેના પાણીથી ગરમ તથા રેશમી કાપડ સાફ કરવામાં આવે છે અને ઘરેણાંનો મેલ સાફ કરવા વપરાય છે. ફેર આવે ત્યારે તેને ફીણ આંજવામાં આવે છે.
અરીઠા આંબળા, શિકાકાઈ તથા કપૂરકાછલી પાવડરના પાણીથી વાળ ધોવા શ્રેષ્ઠ છે.
અશ્વગંધા
વૈજ્ઞાનિક નામ : વિથાનિઆ સોમ્નિફેરા (Withania Somnifera)
ઉપયોગ :
શકિત વર્ધક. તેના મૂળ ડાયાબિટીસ અને લોહીના નીચા દબાણમાં વપરાય છે.
તેના પાંદડાં ચામડીના રોગ, નબળાઈ અને ગાંઠના ઉપચાર તરીકે
તેના લાલ રંગના ફળ બાહ્ય દલપુંજની અંદર ઢંકાયેલા હોય છે.
આંકડો
વૈજ્ઞાનિક નામ : કેલોટ્રોપિસ જાઈજેન્ટિઆ (Calotropis gigantia)
ઉપયોગ :
ગેસ, અતિસાર, ખાંસી, દમ વગેરેનો ઉપચાર કરવા.
શરીરની વેદના ઓછી કરવા બાહ્ય ઉપચાર તરીકે તેના દૂધનો ઉપયોગ થાય છે.
તે કુદરતી એરકંડિશનર તરીકે કાર્ય કરી વાતાવરણ ઠંડું રાખે છે.
તેના પર્ણ વડના પર્ણ જેવા જાડા હોય છે.
જાંબુડી તથા સફેદ રંગના ફૂલ થાય છે.
બધે જ થતો ક્ષપ છે.
આદુ
વૈજ્ઞાનિક નામ : ઝિંગીબર ફિસિનાલે (Zingiber officinale)
ઉપયોગ :
ખોરાક પાચનમાં, અજીર્ણના ઉપચારમાં, વાયુના વિકારોમાં અને સૂંઠ(સૂકવેલ આદું)નો ઉપયોગ કફના ઉપચારમાં થાય છે.
તેના પર્ણ વાંસના ઝાડને મળતા આવે છે.
છોડની વૃદ્ધિ પ્રમાણે જમીનમાં તેના મૂળમાં આદુના કાતરા એટલે કે ગાંઠો લાગે છે.
આમળા
વૈજ્ઞાનિક નામ : એમ્બલિકા ઓફિસિનાલિસ (Emblica officinalis)
→ ઉપયોગ :
તેમાંથી વિટામીન સી પ્રચુર માત્રામાં મેળવી શકાય છે.
આ ઉપરાંત તે કેલ્શિયમ, લોહ, ફોસ્ફરસ, કેરોટિન, થાયમીન ધરાવે છે.
તેમાં રહેલું લોહતત્વ લોહી શુદ્ધ કરે છે.
દાંત અને ચામડીના રોગોમાં ઉપયોગી છે. મધુપ્રમેહને નિયંત્રણમાં રાખે છે.
વાળને પોષણયુકત બનાવે છે. તેનું શરબત રૂચિકર તથા ગરમી દૂર કરે છે.
શરીરને મજબૂતાઈ આપી ઘડપણ દૂર કરે છે તેમજ પિત્તશામક છે.
ત્રિફળા બનાવવામાં આંબળાનો ઉપયોગ થાય છે.
તેના ઝાડ ટૂંકા પાનખર જંગલમાં થાય છે.
તેના પાંદડા આમલી જેવા હોય છે, તેને સંસ્કૃતમાં અમૃતા કહેવાય છે.
આમલી
વૈજ્ઞાનિક નામ : ટેમરિન્ડસ ઈન્ડિકા (Tamarindus indica)
ઉપયોગ :
રૂચિકર તથા પિત્તનાશક, અતિસારના ઉપચાર માટે, કચૂકા વિષનાશક તરીકે કાર્ય કરે છે.
આમલીનું ઝાડ પ્રદૂષણ અટકાવે છે. તે અરાજનું પ્રદૂષજ્ઞ પણ અટકાવે છે.
તેના ફૂલ ખાટા સ્વાદિષ્ટ રૂચિકર હોય છે.