સુરેન્દ્રનગર જીલ્લો
સુરેન્દ્રનગરની માહિતી વિષે વીડિઓ જોવા Click Here
Telegram : click here
ક્ષેત્રફળ : 9,271 ચો. કિ.મી.
કુલ વસતી : 15,86,351
જાતિ પ્રમાણ : 929 (1000 પુરુષો દીઠ મહિલા)
વસતી ગીચતા : 171 (1 ચો. કિ.મી. દીઠ)
કુલ સાક્ષરતા દર : 73.19%
સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓ :-
વઢવાણ, લીમડી, સાયલા, થાનગઢ, દસાડા, લખતર, ચુડા, ચોટીલા,ધ્રાંગધ્રા,મૂળી.
સુરેન્દ્રનગર જિલ્લાનું જાણવા જેવું
👉સુરેન્દ્રનગરનાં વિસ્તારને પ્રાચીન સમયમાં ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવતો હતો.
સુરેન્દ્રનગર નજીક આવેલાં રજવાડી શહેર વઢવાણનું જૂનું નામ વર્ધમાનપુર હતુ.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું થાનગઢ ચિનાઈ માટીના વાસણોના ઉદ્યોગ માટે ગુજરાતનું મોટું કેન્દ્ર છે.
👉ભોગાવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે. સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા ખાતે ચામુંડા માતાનું મંદિર આવેલું છે. જે માંડવની ટેકરીઓમાં ચોટીલા સૌથી ઊંચું શિખર છે.
👉સુરેન્દ્રનગર જિલ્લાનાં તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવનાં મંદિરનાં પટાંગણમાં તરણેતરનો મેળો ભરાય છે. જ્યાં અર્જુને મત્સ્યવેધ કર્યો હોવાની માન્યતા છે.
👉જે તરણેતરનાં મેળાનું આયોજન ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠનાં રોજ થાય છે. જે મેળામાં ભરત ભરેલી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર છે.
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકાનાં રંગપુર ખાતેથી હડપ્પા સંસ્કૃતિનાં અવશેષો મળી આવ્યા છે.
ભગતનું ગામ (લાલજી ભગત) સાયલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.
👉ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.વઢવાણને ‘કાઠિયાવાડનો દરવાજો' કહેવામાં આવે છે.સિદ્ધરાજ જયસિંહનું વેવિશાળ જે રાણકદેવી સાથે થવાનું હતું, તેને રા’ખેંગાર કેદ કરી લઈ ગયો હતો. સિદ્ધરાજ જયસિંહ સોરઠ (જૂનાગઢ) જીતી રાણકદેવીને કેદ કરી પરત ફરતા હતા ત્યારે લાંબા સમય સુધી રાણકદેવી રા'ખેંગાર સાથે રહ્યા હોવાથી તેનો પતિ તરીકે સ્વીકાર કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના મહત્વના સ્થળો
ચામુંડા માતાનું મંદિર (ચોટીલા)
રાજમહેલ (વઢવાણ)
વાઘેશ્વરી માતાનું મંદિર (વઢવાણ)
જૈન દેરાસરો (વઢવાણ)
રાણકદેવીનું મંદિર (વઢવાણ)
ચિનાઈ માટી માટે જાણીતું સ્થળ (થાનગઢ)
ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર (તરણેતર)
સિદ્ધરાજ જયસિંહે બંધાવેલો ગઢ (વઢવાણ)
મીઠા ઉત્પાદનનું સ્થળ (ખારાઘોડા)
પથ્થર માટે જાણીતું શહેર (ધ્રાંગધ્રા)
પીન્ક સિટી - ધ્રાંગધ્રા