વડોદરા જીલ્લો
Piyush Edu Hub |
---|
ક્ષેત્રફળ : 4,312 ચો. કિ.મી. |
કુલ વસતી : 31,35,383 |
જાતિ પ્રમાણ : 934 (1000 પુરુષો દીઠ મહિલા) |
વસતી ગીચતા : 727 (1 ચો. કિ.મી. દીઠ) |
કુલ સાક્ષરતા દર : 81.21% |
વડોદરા જિલ્લાના 8 તાલુકાઓ
વડોદરા, સાવલી, વાઘોડિયા, પાદરા, કરજણ, સિનોર, ડભોઈ, ડેસર
વડોદરા જિલ્લાનું જાણવા જેવું
ઈ.સ. 1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી હતી.
વડોદરા ગાયકવાડ શાસનની રાજધાની હતી.
ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા ખાતે આવેલી છે.
ઈ.સ. 1734માં વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની બની.
ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મીવિલાસ પેલેસ
વડોદરા ખાતે આવેલો છે.
ગુજરાતની સૌથી મોટી લાઈબ્રેરી સેન્ટ્રલ લાઈબ્રેરી વડોદરા ખાતે આવેલી છે.
વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.
વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.
વડોદરામાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ વગેરે જેવી શાખાઓ વિશ્વભરમાં જાણીતી છે.
વડોદરા જિલ્લામાં આવેલું ચાંદોદ પિતૃ શ્રાદ્ધવિધિ માટે જાણીતું છે જેને દક્ષિણના કાશી તરીકે ઓળખવામાં આવે છે.મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઈ.સ.1939માં વડોદરા ખાતે સૌપ્રથમ રેડિયો કેન્દ્ર સ્થાપ્યું હતું.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વડોદરામાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું હતું. ભારતને સ્વતંત્રતા મળતાં વડોદરાનાં શાસક પ્રતાપસિંહરાવ ગાયકવાડે અલગ રાજ્યનો ગણગણાટ શરૂ કર્યો હતો. જેને પ્રજા મતે નકારી કાઢ્યો હતો.
ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઈન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી. (IPCL) વડોદરા ખાતે વર્ષ 1969માં સ્થપાયું હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્થાપેલી બેંક ઓફ બરોડાનું વડુંમથક વડોદરામાં આવેલું છે.
ભારતીય સૈન્ય દ્વારા ચાલિત EME (દક્ષિણામૂર્તિ) મંદિર વડોદરામાં આવેલું છે.
ગુજરાતમાં સૌપ્રથમ દવા બનાવવાની ફેક્ટરી ત્રિભુવનદાસ ગજજરે વડોદરામાં સ્થાપી હતી.
અલકાપુરી નામક બજાર વડોદરામાં આવેલું છે.
વડોદરા જિલ્લાના મહત્ત્વનાં સ્થળો
પ્રેમાનંદ સાહિત્ય સભા - (પહેલાં વડોદરા સાહિત્યસભા) નિષ્કલંક માતાનું ધામ (ખ્રિસ્તી ધર્મ- વડોદરા)
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (વડોદરા)
સેન્ટ્રલ લાઈબ્રેરી (વડોદરા)
લક્ષ્મીવિલાસ પેલેસ (વડોદરા)
પ્રતાપ વિલાસ પેલેસ (વડોદરા)
મકરપુરા પેલેસ(વડોદરા)
નજરબાગ પેલેસ (વડોદરા)
રાધાવલ્લભ મંદિર (વડોદરા)
ભગતસિંહની પ્રતિમા(વડોદરા)
કમાટી બાગ (વડોદરા)
સયાજી બાગ (વડોદરા)
સુરસાગર તળાવ (વડોદરા)
કીર્તિમંદિર (વડોદરા)
ન્યાય મંદિર (વડોદરા)
મુહમ્મદ તળાવ (વડોદરા)
સાયકલ ઉદ્યોગ - વાઘોડિયા
કુબેરેશ્વર મંદિર (ચાંદોદ)
ગરૂડેશ્વર મંદિર (ચાંદોદ)
દક્ષિણામૂર્તિ મંદિર (ચાંદોદ)
કરનાળી મંદિર (ચાંદોદ)
હીરા ભાગોળ (ડભોઇ)
પૂજ્યશ્રી મોટાનો આશ્રમ - સાવલી
ડભોઈનો ઐતિહાસિક કિલ્લો (ડભોઈ)
આજવા ડેમ તેમજ આજવા તળાવ (આજવા)
શ્રીરંગ અવધૂતનો આશ્રમ (નારેશ્વર)
પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ (ચાંદોદ)
યોગ મંદિર - (કાયાવરોહણ) - સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા સ્થાપિત
પાશુપત સંપ્રદાયનું મુખ્ય મથક (કાયાવરોહા)
ભગવાન લકુલીશનું જન્મસ્થળ (કાયાવરોહણ)
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કંપની લી. (બાજવા)
ખનિજ તેલ શુદ્ધિકરણ રિફાઈનરી (કોયલી)
ડોંગરેજી મહારાજ સાથે સંકળાયેલું સ્થળ (માલસર)
ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર (ગોરજ)
કવિ દયારામની જન્મભૂમિ (ડભોઈ)