Mehsana City Full Detail in Gujarati

મહેસાણા


                                      

ક્ષેત્રફળ : 4,384 ચો. કિ.મી.
કુલ વસતી : 20,27,727
જાતિ : 925 (1000 પુરુષો દીઠ મહિલા)
વસતી ગીચતા : 462 (1 ચો. કિ.મી. દીઠ)
કુલ સાક્ષરતા દર : 84.26 %

📢મહેસાણા જિલ્લાના 10 તાલુકાઓ

મહેસાણા, સતલાસણા, ખેરાલુ, વડનગર, કડી, વીસનગર, બહુચરાજી, જોટાણા, ઊંઝા, વિજાપુર

📢મહેસાણા જિલ્લાનું જાણવા જેવું


મેસાજી ચાવડાએ મહેસાણા વસાવ્યું હોવાનું મનાય છે.
વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ ત્રિભુવનપાળને હરાવી વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી.
ગુજરાતનું સૌથી મોટું ગંજ બજાર મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલું છે.
મહેસાણા જિલ્લાનું વડનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થળ છે.
 વડનગરને ગુજરાતનું સૌથી જૂનું હયાત નગર માનવામાં આવે છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના ખરોડ ગામે થયો હતો.
ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું, તે ગંગાબહેનને વીજાપુરમાંથી રેંટિયો મળી આવ્યો હતો.
મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહાગુજરાત આંદોલન માટે કાર્યરત મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક મળી હતી.
ગુજરાત સરકાર દ્વારા પ્રતિ વર્ષ મોઢેરા ખાતે શાસ્ત્રીય નૃત્ય માટે જાણીતા ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે.
મોઢેરા ખાતે સોલંકી વંશના ભીમદેવ પ્રથમના સમયમાં બંધાયેલ મોઢેરા સૂર્ય મંદિર આવેલું છે, જે મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે છે. 
 મહેસાણાને વડનગરા નાગરોનું વતન મનાય છે.
 વડનગરમાં પ્રતિ વર્ષ તાના રીરી મહોત્સવ ઉજવાય છે, જે અંતર્ગત તાના રીરી પુરસ્કાર પણ અપાય છે.
 માનવામાં આવે છે કે તાનસેન દ્વારા દીપક રાગ ગાવાથી તેના શરીરમાં બળતરા ચાલી હતી અને તે બળતરા માત્ર મલ્હાર રાગ ગાવાથી દૂર થઈ શકે ત્યારે તે મલ્હાર રાગ ગાય શકે તેવા સંગીતજ્ઞની શોધમાં વડનગર આવી પહોચ્યો હતો.
 જ્યાં તાના રીરીએ મલ્હાર રાગ ગાઈ તાનસેનની પીડા ઓછી કરી હતી પરંતુ તે સાથે તાના રીરીએ વચન લીધું હતું કે તાનસેન આ વાતની જાણ કોઈને નહીં કરે. તાનસેન અકબરના દરબારમાં પરત ફરતા અનાયસે તાના રીરી વિશે અકબરને જાણ થઈ અને મોગલ સેના વડનગર પહોંચતા તાના રીરી બન્ને બહેનોએ આત્મહત્યા કરી.
 ભક્ત કવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈએ તેની દીકરી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી. જે તાના રીરી શર્મિષ્ઠાની દીકરી હતી. 
ગુજરાતમાં કૂવા દ્વારા સૌથી વધુ સિંચાઈ મહેસાણા જિલ્લામાં થાય છે અને ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો પણ મહેસાણામાં આવેલો છે.
મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે પ્રસિદ્ધ બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે. 
 મોગલ બાદશાહ જહાંગીરના સૂબા મુર્તઝાખાન બુખારીએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી.
 મહેસાણા જિલ્લાના કોટ, પેઢામલી અને લાંઘણજ ખાતેથી પ્રાગૈતિહાસિક કાળના અવશેષો મળી આવ્યા છે. 
મીરાં દાતાર-ઉનાવા ખાતે હઝરત સૈયદ હાજી જાંગીર અલીની દરગાહ આવેલી છે.
દૂધ સાગર ડેરી મહેસાણા જિલ્લામાં આવેલી છે. (માનસિંહભાઈ પટેલે સ્થાપેલી)
અરવલ્લીનો મહેસાણા જિલ્લાનો ઈશાન ભાગ તારંગાની ટેકરીઓ તરીકે જાણીતો છે. 
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું ઝુલાસણ ગામ અંતરિક્ષયાત્રી અને અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા સાથે સંકળાયેલા ભારતીય સુનિતા વિલિયમ્સનું વતન છે.
મહેસાણા જિલ્લાના ચંદ્રાસણ ગામે નર્મદા નદી ઉપર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે.

📢મહેસાણા જિલ્લાના મહત્ત્વનાં સ્થળો


શામળશાની ચોરી (બે તોરણો - વડનગર) 
 શર્મિષ્ઠા તળાવ (વડનગર)
 વડનગર જેવું અન્ય તોરણ (પિલુદ્રા ગામે) 
કીર્તિસ્તંભ (વડનગર)
હાટકેશ્વર મહાદેવ મંદિર (વડનગર)
બોતેર કોઠાની વાવ (મહેસાણા)
સીમંધર જૈન દેરાસર (મહેસાણા) 
મોઢેરા સૂર્ય મંદિર (મોઢેરા)
મોઢેશ્વરી માતાનું મંદિર (મોઢેરા-મોઢ લોકાના કુળદેવી)
રામકુંડ (મોઢેરા) 
સૌથી મોટું ગંજ બજાર (ઊંઝા)
ઉત્તરાર્ધ મહોત્સવ (મોઢેરા) 
ઉમિયા માતાનું મંદિર (ઊંઝા-કડવા પાટિદાર સમાજના કુળદેવી)
તાંબા – પિત્તળના વાસણો માટે જાણીતું સ્થળ (વિસનગર) 
 પ્રાગૈતિહાસિક કાળના અવશેષોનું સ્થળ (કોટ, પેઢામલી, લાંઘણજ)
ગણપતિ મંદિર (અહોર)
કુંતા માતાનું મંદિર (આસોલ)
યવતેશ્વર મહાદેવ મંદિર (કડી)
મીરાં દાતારની દરગાહ (ઉનાવા)
તાના રીરીની સમાધિ (વડનગર)
ગણપત યુનિવર્સિટી (ખેરવા)
બહુચરાજી શક્તિપીઠ (બહુચરાજી - મૂળસ્થાન)
 ચેહર માતાનું મંદિર - મરતોલી (બહુચરાજી)
ચોસઠ જોગણી મંદિર (પાલોદર)
વડનગરા નાગરોનું ગામ (વડનગર)
વિસનગરા નાગરોનું ગામ (વિસનગર)
અજિતનાથનું દેરાસર (તારંગા)
શંકુ વોટર પાર્ક (મહેસાણા પાસે)
 મારુતિ સુઝુકીનો પ્લાન્ટ (હાંસલપુર) 
ચુંવાળ પ્રવેદ (બહુચરાજી નજીકનો વિસ્તાર)





 
વધારે માહિતી માટે
 
 

Post a Comment

0 Comments