1. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 'વન વર્લ્ડ UPI વોલેટ' લોન્ચ કર્યું છે, જે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને તેમના ઇન્ટરનેશનલ બેંક એકાઉન્ટને લિંક કરવાની અને UPI દ્વારા ચુકવણી કરવાની મંજૂરી આપે છે.
2. કર્ણાટક સરકારે રામનગર જિલ્લાનું નામ બદલીને બેંગલુરુ દક્ષિણ કરવાનો નિર્ણય લીધો છે.
3.ભારત દ્વારા યુ. એસ. એ. દેશ સાથે સાંસ્કૃતિક સંપત્તિની ગેર-કાયદેસર હેરફેરને રોકવા માટે સૌપ્રથમ સાંસ્કૃતિક સંપતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
4. 'સેલ-ફ્રી' 6G એક્સેસ પોઈન્ટ્સ વિકસાવવા માટે IIT રૂરકી અને IIT મંડી સંસ્થાઓ એ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (C-DOT) સાથે MOU કર્યા છે.
5. આંતરરાષ્ટ્રીય મેન્ગ્રવ ઈકોસિસ્ટમ સંરક્ષણ દિવસ 26 જુલાઈના રોજ મનાવવામાં આવે છે.
6. આંદામાન અને નિકોબાર ટાપુઓના નવા પોલીસ મહાનિર્દેશક તરીકે એચ. એસ. ધાલીવાલ ની નિયુક્તિ કરવામાં આવી છે.
7. કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ વૃક્ષારોપણ અભિયાન 2024ની શરૂઆત ધનબાદમાં ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL) ખાતેથી કરી છે.
8.તાજેતરમાં IIT હૈદરાબાદના સહયોગથી પોસ્ટ વિભાગ દ્વારા DIGIPIN નામના નેશનલ અડ્રેસીંગ ગ્રીડનું બીટા વર્ઝન બહાર પાડવામાં આવ્યું છે.
9.તાજેતરમાં સમાચારમાં રહેલ ડિજિટલ પોસ્ટલ ઈન્ડેક્સ નંબર ભારતમાં પ્રમાણિત જીઓ કોડેડ અડ્રેસિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની પહેલ છે.