1. 10 ઓગસ્ટ 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ને તિમોર લેસ્ટેનું સર્વોચ્ચ નાગરિક સન્માન “ગ્રાન્ડ કોલર ઓફ ઓર્ડર” એનાયત કરવામાં આવ્યું છે.
2. અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક 2024માં 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
3. ભારત અને શ્રીલંકા દેશની સેનાઓ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત મિત્ર શક્તિ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
4. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા તબક્કાને મંજૂરી આપી, પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના બીજા તબક્કાનો સમયગાળો નાણાકીય વર્ષ 2024-25 થી 2028-29 છે.
5. ભારતના ભારતી ગ્રુપે યુકેની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની 'બીટી ગ્રુપ'માં $4 બિલિયનની કિંમતનો 24.5% હિસ્સો ખરીદ્યો છે.
6. 78 માં સ્વતંત્રતા દિવસ ની થિમ "વિકસિત ભારત" હતી.
7. ગુજરાત રાજ્ય લેવલે સ્વતંત્રતા દિવસ ની ઉજવણી નડિયાદ ખાતે કરી.
8. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મંકી પોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. Mpox વાયરસ 116 દેશોમાં ફેલાય છે.
9. 2024 માં ભારતની ટોચની 100 શ્રેષ્ઠ કોલેજો. (NIRF રેન્કિંગ્સ) તમિલનાડુ - 18 મહારાષ્ટ્ર - 11 ઉત્તર પ્રદેશ - 8 દિલ્હી - 7 કર્ણાટક - 6 પશ્ચિમ બંગાળ - 6 પંજાબ - 6 તેલંગાણા - 4 કેરળ - 4 રાજસ્થાન - 4 ઉત્તરાખંડ - 4 આંધ્ર પ્રદેશ - 3 ઓડિશા - 3 આસામ - 3 હિમાચલ પ્રદેશ - 2 મધ્ય પ્રદેશ - 2 જમ્મુ અને કાશ્મીર - 2 ગુજરાત - 2 બિહાર - 2 ઝારખંડ - 1 પોંડિચેરી - 1
10. મહારાષ્ટ્ર સરકારે ડામરને બદલે 37,000 કરોડના 6,000 કિલોમીટરના રસ્તાના સિમેન્ટ કોંક્રીટીંગને મંજૂરી આપી છે.