28 February 2026 Current Affairs in Gujarati

28 February 2026 Current Affairs-Gujarati MCQs 


1. તાજેતરમાં 120થી વધુ પક્ષી પ્રજાતિઓનું આશ્રયસ્થાન બનેલું કયું સ્થળ ઇકો-ટૂરિઝમના નવા કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે?
A) નળ સરોવર
B) થોળ
C) પરીએજ
D) ખીજડીયા
જવાબ: C) પરીએજ

2. દેશની પ્રથમ અધિકૃત પબ્લિક વેરાયટી તરીકે નોંધાયેલ 'સોના-100' કયા પાકની જાત છે?
A) કેરી
B) ખારેક
C) દાડમ
D) કેળાં
જવાબ: B) ખારેક

3. કચ્છના કયા ખેડૂત દ્વારા ખારેકની ‘સોના-100’ જાત વિકસાવવામાં આવી છે?
A) મેઘરાજ બારોટ
B) કરસનભાઈ પટેલ
C) ભવાનભાઈ આહીર
D) નાનજીભાઈ દેશમુખ
જવાબ: A) મેઘરાજ બારોટ

4. ખારેકની 'સોના-100' જાતનું પરીક્ષણ અને મૂલ્યાંકન કઈ કૃષિ યુનિવર્સિટી દ્વારા સતત પાંચ વર્ષ સુધી કરવામાં આવ્યું હતું?
A) આણંદ કૃષિ યુનિવર્સિટી
B) નવસારી કૃષિ યુનિવર્સિટી
C) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
D) સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી
જવાબ: D) સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી

5. તાજેતરમાં ગુજરાત વિધાનસભા ખાતે ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન'ના પ્રદર્શનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું?
A) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
B) રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
C) વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
D) કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
જવાબ: B) રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

6. સાણંદ સેમિકન્ડક્ટર પ્લાન્ટના પ્રથમ ફેઝમાં નિર્મિત ક્લિનરૂમનો વિસ્તાર કેટલો છે?
A) 2 લાખ ચોરસ ફૂટ
B) 5 લાખ ચોરસ ફૂટ
C) 10 લાખ ચોરસ ફૂટ
D) 15 લાખ ચોરસ ફૂટ
જવાબ: B) 5 લાખ ચોરસ ફૂટ

7. ચિપના ઉત્પાદનમાં મશીનની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે તાપમાન અને વાતાવરણનું અત્યંત સૂક્ષ્મ સ્તર સુધી નિયંત્રણ ક્યાં કરવામાં આવે છે?
A) કંટ્રોલ રૂમ
B) ક્લિનરૂમ
C) ઓપરેશન થિયેટર
D) ડાર્ક રૂમ
જવાબ: B) ક્લિનરૂમ

8. ડબલ્યુટીટી (WTT) સિંગાપોર સ્મેશ 2026 સ્પર્ધાની સેમિફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય જોડી કઈ બની છે?
A) શરથ કમલ અને સાથિયાન જ્ઞાનશેખરન
B) હરમીત દેસાઈ અને સૌમ્યજીત ઘોષ
C) માનવ ઠક્કર અને માનુષ શાહ
D) અચંતા શરથ કમલ અને માનવ ઠક્કર
જવાબ: C) માનવ ઠક્કર અને માનુષ શાહ

9. ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરનાર ટેબલ ટેનિસ ખેલાડીઓ માનવ ઠક્કર અને માનુષ શાહ કયા રાજ્યના ખેલાડીઓ છે?
A) મહારાષ્ટ્ર
B) તમિલનાડુ
C) પશ્ચિમ બંગાળ
D) ગુજરાત
જવાબ: D) ગુજરાત

10. ડબલ્યુટીટી સિંગાપોર સ્મેશ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં માનવ અને માનુષની જોડીએ કયા દેશની જોડીને 3-0 થી હરાવી હતી?
A) ફ્રાન્સ
B) ચીન
C) બેલ્જિયમ
D) જાપાન
જવાબ: C) બેલ્જિયમ


Current Affairs Pdf Download 



CCE Maths Series  જોવા તેમજ વધારે માહિતી માટે Follow કરો.



Post a Comment

0 Comments