Piyush Edu Hub |
---|
ક્ષેત્રફળ : 7,550 ચો. કિ.મી. |
કુલ વસતી : 29,61,338 |
જાતિ પ્રમાણ : 924 (1000 પુરુષો દીઠ મહિલા) |
વસતી ગીચતા : 392 (1 ચો. કિ.મી. દીઠ) |
કુલ સાક્ષરતા દર : 82.20% 📚 રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓ રાજકોટ, જસદણ, જેતપુર, જામકંડોરણા, ગોંડલ, પડધરી,ઉપલેટા, વીંછિયા, લોધિકા, કોટડાસાંગાણી 📚રાજકોટ જિલ્લાનું જાણવા જેવું ઈ.સ.1610માં ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના કરી હતી. ગુજરાતનું સૌથી મોટું હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટમાં આવેલું છે. ગોંડલનાં રાજા ભગવતસિંહજીએ ભગવદ્ગોમંડળની રચના કરી હતી. રાજકોટને સૌરાષ્ટ્રની આન, બાન અને શાન તરીકે ઓળખવામાં આવે છે. ભારતભરમાં ડીઝલ એન્જિન બનાવવા માટે રાજકોટ જાણીતું છે. રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G.I.D.C. માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે આવેલી છે. રાજકોટ જિલ્લાનાં વીરપુરમાં પ્રસિદ્ધ સંત શ્રીજલારામ બાપાનું મંદિર આવેલું છે. જસદણ તાલુકામાં ઘેલો નદીનાં કિનારે ઘેલા સોમનાથ તીર્થસ્થળ આવેલું છે. ઈતિહાસ અને લોક વાયકાઓ મુજબ ગુજરાતમાં મુસ્લિમ શાસનની આણ પ્રવર્તતી હતી ત્યારે જૂનાગઢમાં રા’મે સંગના કુંવર મહિપાળનું શાસન ચાલતું હતું. રા'મહિપાળની પુત્રી મીનળદેવીને શિવ પર અનન્ય શ્રદ્ધા હતી. જ્યારે મુસ્લિમ શાસકોનાં સૈનિકોની મીનળદેવી પર નજર પડી ત્યારે મીનળદેવીએ પકડાઈ જવા કરતાં ઘેલા સોમનાથની સામે ટેકરી પર સમાધિ લીધી.હાલમાં ઘેલા સોમનાથની સામે ટેકરી પર મીનળદેવીની નાની દેરી આવેલી છે. રાજકોટ જિલ્લાનું જેતપુર સાડીઓના રંગકામનાં ઉદ્યોગ માટે જાણીતું સ્થળ છે. વર્ષ 1947માં રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના થઈ હતી. જૂનાગઢને સ્વતંત્ર બનાવવા આરઝી હકૂમતનાં સશસ્ત્ર સૈનિકોએ રાજકોટમાં આવેલું જૂનાગઢ હાઉસ કબજે લીધુ હતું. રાજકોટ જિલ્લાના મહત્ત્વનાં સ્થળો મહાત્મા ગાંધી હાઈસ્કૂલ (આલ્ફ્રેડ-રાજકોટ) કબા ગાંધીનો ડેલો (રાજકોટ) આજી ડેમ (રાજકોટ) રાજકુમાર કોલેજ (રાજકોટ) રેસકોર્સ (રાજકોટ) વોટ્સન મ્યુઝિયમ (રાજકોટ) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (રાજકોટ) લાલપરી તળાવ (રાજકોટ) રામકૃષ્ણ પરમહંસ મંદિર (રાજકોટ) નવલખા દરબાર (ગોંડલ) વૃક્ષ મંદિર (રાજકોટ) ઢિંગલી મ્યુઝિયમ - રાજકોટ ભૂવનેશ્વરી શક્તિપીઠ (ગોંડલ) સંત શ્રી જલારામ બાપાનું મંદિર (વીરપુર) રામદેવપીરનું મંદિર (રામ રણુજા, કોઠારીયા) ઘેલા સોમનાથનું મંદિર (ઘેલા સોમનાથ-જસદણ તાલુકો) સાડીઓના રંગકામ માટે જાણીતું (જેતપુર) |
Rajkot City Full Detail in Gujarati
April 08, 2023
0
Tags