હિતેન્દ્રભાઈ દેસાઈ
જન્મ : 9 ઓગસ્ટ 1915, સુરત
મૃત્યુ : 12 સપ્ટેમ્બર 1993 (ઉંમર 78)
રાજકીય પક્ષ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
હિતેન્દ્રભાઈ દેસાઈ (1965-71) |
---|
20 સપ્ટેમ્બર, 1965ના રોજ નવા મુખ્યમંત્રી તરીકે હિતેન્દ્રભાઈ દેસાઈની વરણી કરવામાં આવી.
તેમના શાસનમાં દેવસ્થાન ઈનામ નાબૂદીનો કાયદો પસાર કરવામાં આવ્યો. તેમના શાસનમાં પછાત વર્ગના વિદ્યાર્થીઓને મફત છાત્રાલયો, શિષ્યવૃત્તિઓ તેમજ ફી માફી જેવી સવલતો આપવામાં આવી. વલસાડ જિલ્લામાં આવેલા પારડીની ઘાસીયા જમીનના 14 વર્ષ જૂના પ્રશ્નનું નિરાકરણ થયું. તેઓના સમયમાં શહીદ સ્મારકનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો. બ્રહ્મકુમાર ભટ્ટના પ્રયત્નોથી સરદાર ભવનના ખૂણામાં સ્મારક માટે મંજૂરી આપવામાં આવી. તેમના શાસન સમયે જ વર્ષ 1971માં માધ્યમિક શિક્ષણ મફત જાહેર થયું. વર્ષ 1969માં કોંગ્રેસના સંસ્થા કોંગ્રેસ અને ઈન્દિરા કોંગ્રેસ એમ બે ભાગ પડ્યાં. વર્ષ 1969માં વડોદરા ખાતે ભારતના પ્રથમ પેટ્રોકેમિકલ્સ સંકુલ ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિ. (IPCL)ની સ્થાપના થઈ. ઈ.સ. 1968માં કચ્છ ટ્રિબ્યુનલનો ચુકાદો આવ્યો અને છડાબેટનો પાકિસ્તાનમાં સમાવેશ થયો. 11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું. વર્ષ 1971માં હિતેન્દ્રભાઈની સરકારને રાજીનામું આપવાની ફરજ પડીઅને ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું. ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન દરમિયાન શ્રીમન્નારાયણ ગુજરાતના રાજ્યપાલ હતા. 13 મે, 1971ના રોજ રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું. લગભગ 10 મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન અમલમાં રહ્યું. |