Kheda City Full Detail in Gujarati

 ખેડા 

મુખ્ય મથક : નડિયાદ
ક્ષેત્રફળ : 3,667 ચો. કિ.મી.
કુલ વસતી : 20,48,861
જાતિ પ્રમાણ 937 (1000 પુરુષો દીઠ મહિલા)
વસતી ગીચતા : 559 (1 ચો. કિ.મી. દીઠ)
કુલ સાક્ષરતા દર : 84.31%

📢ખેડા જિલ્લાના 10 તાલુકાઓ

નડિયાદ, ખેડા, કઠલાલ, માતર, મહેમદાવાદ, કપડવંજ, ઠાસરા, મહુધા, ગલતેશ્વર, વસો

 📢ખેડા જિલ્લાનું જાણવા જેવું

ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ ભારતનાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે.
મરાઠા કાળમાં ડાકોરમાં રણછોડરાયજીનું મંદિર તાંબેકર પરિવાર દ્વારા બાંધવામાં આવ્યું હતું.
ખેડા જિલ્લામાં લોઅસ બેસર પ્રકારની જમીન આવેલી હોવાથી ખેડા જિલ્લાનો ચરોતર પ્રદેશ તમાકુનાં પાક માટે જાણીતો છે.

ગુજરાતનાં સૌથી ફળદ્રુપ પ્રદેશ તરીકે ચરોતરનાં પ્રદેશની ગણતરી થાય છે.
ચરોતર પ્રદેશને સોનેરી પર્ણની ભૂમિ તરીકે ઓળખાય છે. ચરોતર પ્રદેશને ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહેવાય છે.
ચરોતરનો પ્રદેશ મહી અને શેઢી નદી વચ્ચે આવેલો વિસ્તાર છે.
ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝનની શરૂઆત ખેડા જિલ્લાનાં પીજ કેન્દ્ર પરથી (15 ઓગસ્ટ, 1975) થઈ    હતી.

નડિયાદને ગુજરાતની સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે.
ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી. 
ખેડા જિલ્લાનાં ડાકોર ખાતે રણછોડરાયજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

મહંમદ બેગડાએ વાત્રક નદીના કિનારે મુહમ્મદાબાદ નગર વસાવ્યું હતું, જેને હાલ મહેમદાવાદ તરીકે    ઓળખવામાં આવે છે.
વર્ષ 1917માં પડેલા દુષ્કાળનાં કારણે 1918માં ખેડા સત્યાગ્રહ થયો હતો.
નડિયાદ 'સરસ્વતીચંદ્ર' નવલકથાના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન છે, ગુજરાતમાં સૌથી વધુ  દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.


 📢ખેડા જિલ્લાના મહત્ત્વનાં સ્થળો

👉સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ (નડિયાદ)
👉સંતરામ મહારાજનું મંદિર (નડિયાદ)
👉ગુજરાતની કોશ કાર્ય પ્રવૃત્તિનાં પ્રેરક અને સમર્થક ગુજરાતનાં અનોખા સંત પૂજયશ્રી મોટાનો આશ્રમ (નડિયાદ)
👉ધર્મસિંહજી પોલિટેકનિક કોલેજ (નડિયાદ)
👉ચાંદા-સૂરજ મહેલ (મહેમદાવાદ)
👉ભમ્મરિયો કૂવો (મહેમદાવાદ)
👉સત્યનારાયણ મંદિર (ડાકોર)
👉ગોપાળદાસની હવેલી (વસો)
👉ગોમતી મંદિર (ડાકોર)
👉રાણીવાવ (કપડવંજ)
👉સીગરવાવ (કપડવંજ)
👉ગરમ પાણીનાં ઝરા (લસુન્દ્રા)
👉કુંકાવાવ (કપડવંજ)
👉 ડંકનાથ મહાદેવ મંદિર (ડાકોર)
👉ભાથીજી મહારાજનું મંદિર (ફાગવેલ)
👉ગલતેશ્વર મહાદેવનું મંદિર (ગલતેશ્વર-સોલંકીયુગનું) ઐતિહસિક કલાત્મક તોરણ (કપડવંજ)
👉વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય મથક (વડતાલ)

"Knowledge Never End"

Post a Comment

0 Comments